પ્રાઈવેટ નોકરી કરતા લોકો માટે આવ્યાં સારા સમાચાર, પગારમાં થઈ શકે છે તોતિંગ વધારો
જો તમે આવતા મહિને પગાર વધારાની રાહ જોઈ રહ્યાં હશો તો આ સમાચાર તમારા કામના હોઈ શકે છે. પ્રાઈવેટ કંપનીઓમાં નોકરી કરતા લોકોએ આ વર્ષે પગાર વધારાની ચિંતા છોડી દેવી જોઈએ. એક તાજા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે તમને 40 ટકા સુધીનો પગાર વધારો મળી શકે છે. એટલું જ નહીં બોનસ અને ઈન્ક્રિમેન્ટ પણ વધે તેવી શક્યતા છે.
નવી દિલ્હી: જો તમે આવતા મહિને પગાર વધારાની રાહ જોઈ રહ્યાં હશો તો આ સમાચાર તમારા કામના હોઈ શકે છે. પ્રાઈવેટ કંપનીઓમાં નોકરી કરતા લોકોએ આ વર્ષે પગાર વધારાની ચિંતા છોડી દેવી જોઈએ. એક તાજા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે તમને 40 ટકા સુધીનો પગાર વધારો મળી શકે છે. એટલું જ નહીં બોનસ અને ઈન્ક્રિમેન્ટ પણ વધે તેવી શક્યતા છે.
30-40 ટકા સેલરી વધી શકે છે
એક પ્રાઈવેટ નોકરી સાઈટનો દાવો છે કે આ વર્ષે સેલરી વધારો ખુબ સારો થવાનો છે. તાજા રિપોર્ટમાં સંસ્થાએ દાવો કર્યો છે કે આ વર્ષે મધ્યમ સ્તરના વ્યવસાયિકોને સૌથી સારી સેલેરી મળી શકે છે. આ પદો પર કામ કરતા લોકોને 20-30 ટકા સેલેરી હાઈક મળી શકે છે. પરંતુ તેનાથી પણ સારા સમાચાર એ છે કે સીનિયર લેવલ પર કામ કરતા લોકોને 40 ટકા જેટલો વધારો મળી શકે છે.
આ સેક્ટરોમાં રેલમછેલ
દેશના તમામ ક્ષેત્રોમાં માનવ સંસાધન(HR)ના અધિકારીઓ સાથે વાતચીતના આધારે આ રિપોર્ટમાં કહેવાયું છે કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી)માં આ વર્ષે બમ્પર ઈન્ક્રિમેન્ટ થવાનો છે. આ ઉપરાંત મીડિયા, હેલ્થ અને મનોરંજન ક્ષેત્રોમાં પણ સારા પગારવધારાની આશા છે. આ કર્મચારીઓને 10ટકાથી વધુ પગાર વધારો મળી શકે છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube